જામનગરમાં યુવાનોએ 'વિકસિત ભારત માટે નશામુક્ત યુવા' અંતર્ગત ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાના શપથ લીધા
જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરાવવા માટે ''યુવા સમીટ''નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના વિવિધ સ્થળોએ ''વિકસિત ભારત
નશામુક્તિના શપથ


જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરાવવા માટે 'યુવા સમીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના વિવિધ સ્થળોએ 'વિકસિત ભારત માટે નશામુકત યુવા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશભાઇ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશના યુવાનોને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાનો અને નવી પેઢી આ દૂષણથી મુક્ત રહે એ માટે સામૂહિક પ્રયાસ કરવાનો છે.

જામનગર ખાતે આયોજિત કાર્યક્રમોમાં વિવિધ સ્થળોએ યુવાનોએ ઉપસ્થિત રહી ડ્રગ્સનો ત્યાગ કરવાની તેમજ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande