સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યવેરા વિભાગ 7 અને 8,સુરત દ્વારા 57મી જી.એસ.ટી. કાઉન્સીલ હેઠળ GST દરોમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લાના વિવિધ ટ્રેડ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય CA/એડવોકેટ એસોસિએશન સાથે રાજ્યકર ભવન,નાનપુરા સુરત ખાતે મિટીંગ યોજવામાં આવી હતી.
સંયુક્ત રાજ્યવેરા કમિશનર(વિ.7) એસ.એસ.રાઠોડ અને સંયુક્ત રાજ્યવેરા કમિશનર(વિ.8) કે.જી.ઠક્કર દ્વારા GST દરોમાં ઘટાડાનો લાભ આમ ગ્રાહકોને મળી રહે એવા સામૂહિક પ્રયાસો હાથ ધરવા સાથે ટેક્સટાઈલ, ઓટોમોબાઈલ્સ, ફૂડ સહિતના વિવિધ ક્ષેત્રોના વેપારીઓને પડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઘટાડેલા GST દરથી નાના ઉદ્યોગકારો અને ગ્રાહકોને થતાં લાભ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં ટ્રેડ એસો.ના અન્ય પ્રશ્નો બાબતે લેખિત રજુઆત સ્વીકારવામાં આવી હતી તેમજ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સરકાર દ્વારા લેવાયેલા હિતકારી નિર્ણયોને બિરદાવી સરકારે ઉદ્યોગો સાથે અપનાવેલા સહયોગી દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે