ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી સોમનાથ મહાદેવ પર આજે પ્રકૃતિએ અનોખું પૂજન અર્પ્યું હતું. ઇન્દ્રદેવની કૃપાથી વરસેલી મીઠી અમીવર્ષા અને રત્નાકર સમુદ્રની ગર્જના સાથે મંદિર પરિસર હરિયાળી ઓઢીને દૈવી છટાથી ખીલી ઊઠ્યું હતું.
આ પવિત્ર ક્ષણે વરુણદેવના જળાભિષેક રૂપે થયેલા વરસાદે મંદિર પરિસરમાં અલભ્ય દૃશ્ય સર્જ્યું. મંદિરના શિખર પર વરસતા વરસાદના ટીપાં, ઘૂઘવતા સમુદ્રના મોજાં અને હરિત વાતાવરણ વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનનો અનુભવ ભક્તો માટે અવિસ્મરણીય બન્યો.
અનોખા આ નજારાનો સાક્ષી બનતા હજારો ભક્તો આનંદિત થયા અને શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના જીવનને ધન્ય માન્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ