માંગરોળ તાલુકામાં બે સ્થળોએથી ખોદકામ દરમિયાન, મળેલ લાઈમ સ્ટોન ખનીજની હરાજી કરાશે
કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
માંગરોળ તાલુકામાં બે સ્થળોએથી ખોદકામ દરમિયાન, મળેલ લાઈમ સ્ટોન ખનીજની હરાજી કરાશે


ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.)

જુનાગઢ માંગરોળ તાલુકામાં આવેલ મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ફાઉન્ડેશન વર્ક દરમિયાન થયેલ રાબેતા મુજબના ખોદકામ દરમિયાન નીકળેલ માટી લાઈમ સ્ટોન હોવાનું માલુમ પડતા અંદાજે 67,000 ટન આ લાઈમ સ્ટોનની તેમજ માંગરોળ તાલુકાના અન્ય એક સ્થળે ક્ષાર અંકુશ વિભાગ-સિંચાઈ ખાતા દ્વારા કરાયેલા કેનાલના કામ દરમિયાન મળેલ લાઈમ સ્ટોલના જથ્થાનું આકલન કરીને આ જથ્થા ની સરકારની ગાઈડ મુજબ હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આ બાબતે લાઈન લાઈન ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીઓની મીટીંગ મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande