પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા નિલેષ લાલજી સવનીયા, મુકેશ ભગવાનજી ચૌહાણ અને વિનોદ બાબુ ગાધેરને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ. 14,300નો મુદામાલ કબ્જે કરી તેમની સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya