હિટાચી મશીન ભાડે લઇ રાજસ્થાનમાં વેચાણ, 50 લાખની છેતરપિંડી
પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણમાં એક મોટું છેતરપિંડીનું કાવતરું બહાર આવ્યું છે. રાપરના મોમાયાભાઈ રબારીએ આશરે 50 લાખ રૂપિયાની કિંમતનું હિટાચી મશીન પાટણના પ્રકાશ રાવળને માસિક 2.70 લાખના ભાડે આપ્યું હતું. 29 ઓગસ્ટે પાટણ જિલ્લા કોર્ટની બહાર મોમાયાભાઈ, તે
હિટાચી મશીન ભાડે લઇ રાજસ્થાનમાં વેચાણ, 50 લાખની છેતરપિંડી


પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણમાં એક મોટું છેતરપિંડીનું કાવતરું બહાર આવ્યું છે. રાપરના મોમાયાભાઈ રબારીએ આશરે 50 લાખ રૂપિયાની કિંમતનું હિટાચી મશીન પાટણના પ્રકાશ રાવળને માસિક 2.70 લાખના ભાડે આપ્યું હતું. 29 ઓગસ્ટે પાટણ જિલ્લા કોર્ટની બહાર મોમાયાભાઈ, તેમના ભાણા રાયમલભાઈ અને પ્રકાશ રાવળ વચ્ચે આ સંદર્ભે બેઠક યોજાઈ હતી અને પાલનપુર ખાતે મશીન આપવાનો કરાર થયો હતો.

આ કરારના બીજા દિવસે પ્રકાશે પાલનપુરથી ટ્રેલર મોકલાવ્યું અને મોમાયાભાઈએ રાપરથી મશીન રવાના કર્યું હતું. એડવાન્સ રૂપે માત્ર 30,000 રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ મશીન બાદમાં ક્યા છે તેનું લોકેશન મળતું ન હોવાથી મોમાયાભાઈએ તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પ્રકાશ રાવળનો ફોન સ્વિચ ઓફ મળ્યો અને પાછળથી જાણવા મળ્યું કે મશીન રાજસ્થાનના દેવગઢ ગામે વેચી દેવામાં આવ્યું છે. મોમાયાભાઈ રબારીએ પાટણ 'બી' ડિવિઝન પોલીસ મથકે આ બાબતે લેખિત ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande