મધુવન સર્કલથી કરાડવા તળાવ તરફ જતા રોડ પર અકસ્માત
સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલથી કરાડવા તળાવ તરફ જતા કેનાલ રોડ પર એક બાઈક ચાલક આગળ ચાલતા ડમ્પરને ઓવરટેક કરવા માટે જતો હતો. આ સમયે અચાનક જ તેની બાઈક ડમ્પર સાથે અથડાઈ સ્લીપ થઈ જતા તે ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતા
મધુવન સર્કલથી કરાડવા તળાવ તરફ જતા રોડ પર અકસ્માત


સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલથી કરાડવા તળાવ તરફ જતા કેનાલ રોડ પર એક બાઈક ચાલક આગળ ચાલતા ડમ્પરને ઓવરટેક કરવા માટે જતો હતો. આ સમયે અચાનક જ તેની બાઈક ડમ્પર સાથે અથડાઈ સ્લીપ થઈ જતા તે ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ડીંડોલી પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં મધુવન સર્કલ પાસે આશીર્વાદ પેલેસમાં રહેતા શુભમ સુનિલભાઈ નિકમ એ ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં જીજે.૫.બીઝેડ.1470 નંબરના ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે શુભમના ફોઈનો દીકરો પુષ્પક ગતરોજ પોતાની બાઈક એમએચ.18.એકે.7197 લઈને ડીંડોલી વિસ્તારમાં મધુવન સર્કલથી કરડવાથી તળાવ તરફ જતા કેનાલ રોડ પર તે સિફોન બંગલો સામેથી પસાર થતો હતો. આ સમયે આગળ ચાલતા ડમ્પરને ઓવરટેક કરવા જતા તેની બાઈક ડમ્પર સાથે અથડાય હતી. જેના કારણે તે સ્લીપ થઈ જતા પુષ્પક ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે હાલ તો પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande