JAMNAGAR, 8 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા નામના 63 વર્ષના બુઝુર્ગે પોતાના મનરોગી પુત્રના માથામાં લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે, તેમજ તેના પગમાં પણ પાઇપ ફટકારી ફ્રેક્ચર કરી નાખવા અંગે પાડોશમાં રહેતા ગીરુભા સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો પુત્ર કે જે માનસિક રીતે અસ્થીર છે, અને તેની દવા ચાલે છે, જે પોતાના પાડોશીને ઘેર મહાનગરપાલિકા દ્વારા પાણી ક્યારે આવશે, તે બાબતનું પૂછવા માટે જતાં પાડોશીએ ઉશ્કેરાઈ જઈ આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt