પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમા મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણ રમેશ ડાભી નામના યુવાને પોતાના મિત્ર મયુર રમેશ ચાવડાને થોડા દિવસ માટે પોતાનુ મોટરસાયકલ વાપરવા માટે આપ્યુ હતુ.
મયુર એ આ મોટરસાયકલ પ્રભુ મેડિકલ પાસે પાર્ક કર્યુ હતુ, તે દરમ્યાન અજાણ્યો ઈસમ આ મોટરસાયકલની ચોરી કરી ગયો હતો બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya