પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમા સગીર સાથે દુષ્કર્મની ઘટના બાદ ફરી એક વખત શરમજનક ઘટના બની છે. છ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચરતા ભારે ચર્ચા જોવા મળી રહી છે અને નરાધમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
પોરબંદરમા એક છ વર્ષની બાળકી કુદરતી હાજતે ગઇ હતી તે દરમ્યાન બાદલ ઉમેશ સોલંકી નામનો શખ્સ તેમને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેમની સાથે દુષ્કર્મ આચાર્યુ હતુ. આ ઘટના બાદ બાળકી ગભારાઈ ગઈ હતી અને રડતા રડતા પોતાના ઘરે ગઈ હતી અને સમગ્ર હકિકત તેમના વાલીને વર્ણવતા તે પણ ચોકી ઉઠયા હતા. ત્યારબાદ તુરંત કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને દુષ્કર્મ આચારનાર બાદલ ઉમેશ સોલંકી સામે ફરીયાદ નોંધવાતા પોલીસે આ બનાવને લઇ તપાસ હાથ ધરી છે. પારેવા જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે લોક ફીટકાર વરસાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya