પોરબંદરમાં પી.એમ.મોદીના જન્મદિન પર કર્મચારીઓ કરશે રક્તદાન
પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ 75 મો જન્મદિન હોઈ ગુજરાતના સમગ્ર કર્મચારીઓ દ્વારા જન્મદિનને રક્તદાન કરી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં એક જ દિવસે તા. 16/9/2025 ને મંગળવારના તાલ
પોરબંદરમાં પી.એમ.મોદીના જન્મદિન પર કર્મચારીઓ રક્તદાન કરશે.


પોરબંદરમાં પી.એમ.મોદીના જન્મદિન પર કર્મચારીઓ રક્તદાન કરશે.


પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ 75 મો જન્મદિન હોઈ ગુજરાતના સમગ્ર કર્મચારીઓ દ્વારા જન્મદિનને રક્તદાન કરી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં એક જ દિવસે તા. 16/9/2025 ને મંગળવારના તાલુકા-જિલ્લા કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય અને એક લાખથી વધારે કર્મચારીઓ રક્તદાન કરે તે માટે ગાંધીનગર ખાતે તાજેતરમાં સયુંક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી. સમગ્ર રાજ્યની સાથે પોરબંદર જિલ્લામાં પણ આ દિવસે રક્તદાન કેમ્પ યોજવા પોરબંદરની એમ.ઈ.એમ. સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે પોરબંદર જિલ્લા સયુંક્ત કર્મચારી મોરચા તથા પોરબંદર જિલ્લા કમઁચારી મહામંડળ દ્વારા પોરબંદરમાં રક્તદાન કેમ્પના આયોજન માટે એક વિશેષ બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં પોરબંદર જિલ્લાના તમામ કર્મચારીઓના સંયુક્ત મોરચા ઉપરાંત અન્ય નામાંકીત અગ્રણી વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને આ અંગે જરૂરી માર્ગદર્શન આપી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓમાં પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદરના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા, લાખણશી ગોરાણીયા, સ્થાપક પ્રમુખ, જેસીઆઈ પોરબંદર પ્લસ સરપંચ ગ્રામ પંચાયત બખરલા અરશીભાઈ ખુંટી,વગેરે હાજર રહ્યા હતા. આ મીટિંગમાં રક્તદાન કેમ્પના આયોજનના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા થઈ, જેમાં કેમ્પની તારીખ, સ્થળ, રક્તદાતાઓની નોંધણી, તબીબી વ્યવસ્થાઓ પ્રચાર-પ્રસાર અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપવાની રીતોનો સમાવેશ થયો. જે પોરબંદરની હોસ્પિટલો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી થશે.ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું, “રક્તદાન એ સમાજસેવાનું શ્રેષ્ઠ સ્વરૂ૫ છે. આ કેમ્પ દ્વારા અમે પોરબંદરના નાગરિકોને જાગૃત કરીશું અને જીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સહભાગી થવા પ્રેરિત કરીશું.” રામદેવભાઈ મોઢવાડીયાએ ઉમેર્યું, આયોજનો આરોગ્ય જાગૃતિ અને સમુદાયની એકતાને મજબૂત કરે છે.” લાખણશી ગોરાણીયાએ રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આવા કાર્યક્રમો સમુદાયને એકસૂત્રે જોડે છે. અરશીભાઈ ખુંટીએ પણ કેમ્પના સફળ આયોજન માટે તમામ ગ્રામ જનોના સહયોગની અપીલ કરી.

આ રક્તદાન કેમ્પ બાબતે આયોજકો દ્વારા 18 થી 65 વર્ષની વય અને 45 કિલોથી વધુ વજન ધરાવતી તમામ યોગ્ય વ્યક્તિઓને એમ.ઈ.એમ સ્કુલ, પોરબંદર અથવા પી.એચ. સી.સેન્ટર, માધવપુર અથવા ગ્રામ પંચાયત કચેરી, બગવદર અથવા મહેર સમાજ, રાણાવાવ અથવા એમ.આર. કે. હાઈસ્કુલ, રાણાકંડોરણા અથવા સુદામા ડેરી, કુતિયાણા અથવા મહંત વિરદાસજી વિદ્યા મંદિર, મહિયારી જે સ્થળ નજીક હોય ત્યાં જઈ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande