પોરબંદરમાં ફિટ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનો પ્રયાસ
પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમાં સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવે તે માટે એક્સરસાઇઝ માટેના આધુનિક મશીનોનું ધારાસભ્ય અર્જુન
પોરબંદરમાં ફિટ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનો પ્રયાસ.


પોરબંદરમાં ફિટ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનો પ્રયાસ.


પોરબંદરમાં ફિટ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનો પ્રયાસ.


પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમાં સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવે તે માટે એક્સરસાઇઝ માટેના આધુનિક મશીનોનું ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે પોરબંદર દેશભક્ત અને વીરોની ભૂમિ છે, પોરબંદરના દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બને અને એક કલાકનો સમય પોતાના માટે દરરોજ કસરત, યોગ, જીમ, સાયકલિંગ, જોગિંગ, સ્વિમિંગ વગેરેને પોતાની રોજિંદા દિનચર્યામાં અપનાવીને ફિટ ઇન્ડિયા અભિયાનમાં સહયોગ કરશે એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે.

વધુમાં ધારાસભ્યએ દરેક બાળક, યુવાઓ અને વૃદ્ધોને પોતાની ક્ષમતા અનુસાર દરરોજ કસરત કરી સ્વાસ્થ્ય લાભ મેળવવા લોકોને અપીલ કરી હતી. તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મી ફીટ, ઇન્ડિયા ફિટ અને ઈચ વન, ફીટ વન અભિગમની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં એક્સ્ટ્રીમ ફિટનેસ ના યુવાઓ હાજર રહેલ સાથે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, આર્ય વીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ કુહાડા, નાથાભાઈ લોઢારી, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મહેશભાઈ મોતીવરસ, શ્રેયશભાઈ કોટિયા, ચિરાગભાઈ પાંજરી, હેબીટભાઈ મલેક, મોહિતભાઈ મઢવી, ડ્રાય ફિશ એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, ઉપપ્રમુખ હિતેશભાઈ ખોરાવા, ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ હિતેસભાઈ ખોરાવા સહીતના ઉપસ્થિત રહ્યા હતા અને સ્વસ્થ જિવનશૈલી માટેના એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યુ હતુ. આ માટે સંસ્થાના મુખ્ય પ્રશિક્ષક કેતન કોટિયા, સુરજ મસાણી, નિશા કોટિયા ,ક્રિષ્ના મહેતા વગેરેએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande