વલસાડ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): વાપી તાલુકાના કવાલ ગામે ખેડૂત મિત્રો માટે કૃષિ સખી સવિતાબેન પટેલ દ્વારા જીવામૃતની પ્રેક્ટીકલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. સવિતાબેન દ્વારા જીવામૃત કેવી રીતે બનાવવું, તેના માટે શુ સામગ્રી એકત્ર કરવી અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સિવાય પ્રાકૃતિક ખેતીમાં થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. જીવામૃત નાંખવાથી જમીનમાં અળસિયાનો વધારો થાય છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સવિતાબેન પટેલે દરેક ખેડૂતને જીવામૃત બનાવી વિતરણ કરી તેમના ખેતરમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ સાથે જ જીવામૃતના ઉપયોગથી ખેતરમાં શું પરિણામ આવે તેની માહિતી આપવામાં પણ સૂચન કર્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે