વાલિયામાં કપાસના ટેકાના ભાવે વેચાણ કરવા ઓનલાઈન  રજીસ્ટ્રેશનમાં ખેડૂતોની ગતિ મંદ
સી.સી.આઇએ કપાસના લઘુતમ ટેકાના પ્રતિ કિન્ટલ 8060ના દરેથી કપાસની ખરીદી કરશે કપાસ કિશાન એપ્લિકેશનમાં પોતાના મોબાઇલથી ઓન લાઈન રજીસ્ટ્રશન કરવું ફરજિયાત છે બજારભાવ કરતા એમએસપીનો ભાવ વધારે હોય તેનો લાભ લેવા એપીએમસી ચેરમેનનો અનુરોધ ભરૂચ 08 સપ્ટેમ્બર (
વાલિયામાં કપાસના ટેકાના ભાવે વેચાણ કરવા ઓનલાઈન  રજીસ્ટ્રેશનમાં ખેડૂતોની ગતિ મંદ


વાલિયામાં કપાસના ટેકાના ભાવે વેચાણ કરવા ઓનલાઈન  રજીસ્ટ્રેશનમાં ખેડૂતોની ગતિ મંદ


સી.સી.આઇએ કપાસના લઘુતમ ટેકાના પ્રતિ કિન્ટલ 8060ના દરેથી કપાસની ખરીદી કરશે

કપાસ કિશાન એપ્લિકેશનમાં પોતાના મોબાઇલથી ઓન લાઈન રજીસ્ટ્રશન કરવું ફરજિયાત છે

બજારભાવ કરતા એમએસપીનો ભાવ વધારે હોય તેનો લાભ લેવા એપીએમસી ચેરમેનનો અનુરોધ

ભરૂચ 08 સપ્ટેમ્બર (હિ.સ.)

આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સી.સી.આઇ.) દ્વારા ખરીફ સીઝન માટે કપાસ ના લઘુતમ ટેકાના (MSP) ના પ્રતિ કિન્ટલ 8060ના દરે થી કપાસની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવેલ હોય, આ એમએસપીનો લાભ લેવા ખેડુતોએ સૌ પ્રથમ એમએસપીમાં કપાસ વેચાણ કરવા ફરજિયાત પણે સી.સી.આઇ. દ્વારા વિકસાવવામાં આવેલ કપાસ કિશાન એપ્લિકેશનમાં પોતાના મોબાઇલથી જ ઓન લાઈન રજીસ્ટ્રશન પ્રક્રિયા તા. 01/09/2025 થી 30/09/2025 સુધી પુર્ણ કરી દેવાની રહેશે. પરંતુ ખેડુતો દ્વારા હજુ આ એમએસપીનો લાભ લેવો જોઈએ તે પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહેલ નથી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમીગતીએ ચાલી રહી રહેલ હોય, આ અંગે એપીએમસી વાલીયાનાં ચેરમેન યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહીડા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે હાલ કપાસની આવક બજારમાં ખુબ જ ઓછી હોવા છતા કપાસનાં બજાર ભાવ એમએસપી કરતા ખુબ જ નીચા ચાલી રહેલ હોય, આવનાર ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કપાસની આવકમાં જંગી વધારો નોંધાશે અને સરકાર દ્વારા આયાત ડયુટીની મુક્તિની સમય મર્યાદામાં પણ વધારો કરાયો હોવાથી કપાસનાં બજાર ભાવ એમએસપી કરતાં ખુબ જ નીચા જવાની શક્યતા રહેલ હોય સી.સી.આઇ. દ્વારા નિયત કરેલ સમયમર્યાદામાં જરૂરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખેડુતોએ વહેલી તકે પુર્ણ કરી દેવી જોઇએ જેથી તેઓને મહત્તમ ભાવ મળી રહે અને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો ના આવે.

વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ખેડુતોને રજીસ્ટ્રેશન બાબતે કોઇ પણ તકલીફ પડે તો એપીએમસી વાલીયાના કાર્યાલયનો સંપર્ક કરી લેવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande