પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તથા આસપાસના વિસ્તારના લોકો માટે નેત્રમ આંખની હોસ્પિટલ, પોરબંદર દ્વારા ફારૂકભાઈ સૂર્યાના સંયોજન થી વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આંખના સર્જન ડો. નયન જેઠવા (M.S.-Ophthal.) દ્વારા આધુનીક ફેકો પધ્ધતિથી ઓપરેશન તથા નેત્રમણિ ફ્રી માં મુકી આપવા માટે નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં 90 દર્દીઓ એ આંખનું નિદાન કરાવ્યું હતું જેમાંથી 33 દર્દીઓનું મોતિયાનું ઓપરેશન આવતા દશ દિવસમાં કરી નેત્રમણિ ફ્રી માં બેસાડી આપવામાં આવશે. આ ઓપરેશન ડો. નયન જેઠવા (M.S.-Ophthal.) આંખના સર્જન નેત્રમ આંખની હોસ્પિટલ, ગોઢાણીયા કોલેજની બાજુમાં, ખીજડી પ્લોટની સામે, છાંયા ચોકી રોડ, પોરબંદર ખાતે કરી આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya