ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રવિરાજસિંહ બારડ તથા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ગોવીંદ સિંહ વાળા કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના પાલડી ગામે સાયકલોન સેન્ટર સામે નીચે જણાવેલ નામવાળા ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી નવાબંદર મરીન પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- આરોપીઓ
(૧) સાગરભાઇ ભીમાભાઈ ઝાલા, ઉવ.૨૧ ધંધો ખેતીકામ રહે.ગામ.વાસાવડ બસ સ્ટેન્ડ પાસે તા.સુત્રપાડા
(૨) નિલેશભાઈ હરીભાઈ સોલંકી, ઉ.વ.ર૧ ધંધો ખેતીકામ રહે.કવાસ નવાપર વિસ્તાર તા. સુત્રપાડા
(૩) સંદીપસિંહ વિઠ્ઠલભાઇ ઝાલા, ઉવ.૨૦ ધંધો ખેતીકામ રહે ગામ, વાસાવડ વાડી વિસ્તાર તા.સુત્રપાડા
(૪) અકરમ હનીકભાઇ મુન્સી (પકડવાનો બાકી)
(૫) વસીમભાઈ (પકડવાનો બાકી)
(૬) સુભાષભાઇ વાળા રહે.કડવાસણ (પકડવાનો બાકી)
(૭) વીપુલભાઇ ગઢીયા રહે.પ્ર.પાટણ (પકડવાનો બાકી)
> કબ્જે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૨૧૫ કી.રૂા.૪૯,૭૦૦/-
(ર) સુઝુકી કંપનીની સ્વીફટ કાર કી.રૂ.,૩,૦૦,000/-
(3) F.Z. બ્લુ કલરની મો.સા. જેના રજી.નંબર GJ-32-P-5575 હોય જેની કી.રૂ.૩૦,000/-
(૩) મોબાઇલ નંગ-૦૩ કી.રૂ.૧૧,૦૦૦/-
કુલ મુદામાલ કી.રૂ.૩,૯૦,૭૦૦/-
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રવિરાજસિંહ બારડ તથા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ગોવીંદસિંહ વાળા કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ, ડ્રા.પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ સોલંકી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ