ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓ તરફથી અનઅધિકૃત રીતે દરીયામાં માછીમારી કરતા બોટ/હોડી માલીકો/સંચાલકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ,
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા તા.૦૭/૦૯/૨૦૨૫ ના દરીયાઇ પેટ્રોલીંગ તથા હોડી/બોટ ચેકીંગ દરમ્યાન હીરાકોટ બંદર ખાતે તલાશ-૧૨ તથા તાજ હોડીઓના માલીકો/સંચાલકો દરીયામાં માછીમારી કરવા અંગે લાયસન્સ કે ટોકન લીધા વગર દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરતા મળી આવતા, નીચે જણાવેલ વિગતેના માલીકો/સંચાલકો વિરૂધ્ધ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) ૨૦૨૦ મુજબ ગુન્હો રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
A હોડી માલીકો/સંચાલકોના નામઃ-
(૧) ફારૂકભાઇ અબ્દુલાભાઇ મોવાણા ઉ.વ.-૩૭ રહે.હીરાકોટ બંદર તા.સુત્રાપાડા
(૨) અકરમ સલીમભાઇ ખરાઇ ઉ.વ.-૩૩ રહે.હીરાકોટ બંદર તા.સુત્રાપાડા
A કામગીરી કરનાર અધિ.કર્મચારીઓ
એન.એ. વાઘેલા, ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના મેરામણભાઇ શામળા, દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા પો.હેડ કોન્સ. તથા મહાવિરસિંહ જાડેજા, કૈલાશસિંહ બારડ પો.કોન્સ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ