ગીર સોમનાથ, 8 સપ્ટેમ્બર (હિ.સ.)
સોમનાથ પંથકમાં નવરાત્રિની તૈયારીઓ પુરજોશમાં
નવલા નવરાત્રિના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે તે પહેલાથી જ સોમનાથ પંથકમાં એક-બે મહિના અગાઉથી જ દાંડીયારાસ તાલી સ્ટેપ્સ અને વિવિધ નવરાત્રિ ગરબીમાં ઝૂમવા ખેલૈયાઓ ટ્રેનીંગ સેવી શરૂ કરી દીધી છે.
સોમનાથના પાટચકલા વિસ્તારના શ્રધ્ધા ત્રિવેદી કહે છે “મારે ત્યાં ખેલૈયા વીતર ક્રોમ્પટેનમાં જવા નાની બાળાઓ - યુવાનો- પરણિત મહિલાઓ દાંડીયા અને હાથતાળીના વિવિધ સ્ટેપ્સો શીખી રહ્યા છે.
દાંડીયારાસમાં ટીટોડો, હુડો, ભે-તાલી, ત્રણ તાલી, ટીપણી રાસ અને આ વરસે કુમકીયું અને ગલગોટા નવી આઈટમ પણ મુકી છે. નવરાત્રિના એક દિવસ અગાઉ ટ્રેડીશનલ ડ્રેસ સાથે અહીં રીર્હસલ પણ કરાય છે.
અહીં શીખેલા ખેલૈયાઓ નવરાત્રિમાં પોત પોતાની રીતે જીલ્લામાં હરિડાઇઓમાં ભાગ
ઔલે છે. અહીં શીખતા દાંડીયામાં સમુહ દાંડીયારાસ, કપલ દાંડીયા, ગ્રુપ ડાન્સ, મહત્વના રહે છે.
શ્રધ્ધા ત્રિવેદી વિરોષમાં કહે છે પોતે નવરાત્રિ ડ્રેસોદરજી પાસે ખીવડાવી કાઢી એ ડ્રેસ ઉપર ગોટા વર્ક, પહી વર્ક, પેચ વર્ક, કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નિયત દરે ખેલૈયાઓને આપે છે.
દાંડિયા રાસની અને હાથ તાલીની ટ્રેનીંગમાં રસતરબોળ ખેલૈયાઓ
વેરાવળમાં આઠ થી દસ સ્થળોએ ખેલૈયાઓ દાંડીયાના તાલે તાલીમ લઈ રહ્યા છે. મ્યુઝીક-લય-આરોહ અવરોહ - ઝળહળાટભરી ટ્રેડીરાનલ વેશભૂષા, હીચ, ઢોલ અને ડ્રમના તાલે ઝૂમવા આવા ખેલેયાઓ દરરોજ સાંજથી રાત્રિ સુધી ભરપુર મહેનત સાથે તાલીમ લઈ રહ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ