જૂનાગઢના માણાવદરના યુવાને ગણપતિ બાપા ના 51 અલગ-અલગ સ્વરૂપો ના ચિત્ર બનાવ્યા
જુનાગઢ 8 સપ્ટેમ્બર (હિ.સ.) માણાવદરમાં પીપલેશ્વર મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી જેમાં માણાવદર શહેરમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો આ અવસર એ શહેરના યુવા કલાકાર જીગ્નેશ રતનપરા એ માણાવદરના જાણીતા ચિત્રકાર અને શિક્ષક એવા વસંતભાઈ જાદવના માર્ગદર્શન હ
જૂનાગઢના માણાવદરના યુવાને ગણપતિ બાપા ના 51 અલગ-અલગ સ્વરૂપો ના ચિત્ર બનાવ્યા


જુનાગઢ 8 સપ્ટેમ્બર (હિ.સ.) માણાવદરમાં પીપલેશ્વર મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી જેમાં માણાવદર શહેરમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો આ અવસર એ શહેરના યુવા કલાકાર જીગ્નેશ રતનપરા એ માણાવદરના જાણીતા ચિત્રકાર અને શિક્ષક એવા વસંતભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ આ યુવાને અઘુત કળાનો પોતાની પરીસય આપ્યો હતો. આ પ્રદર્શનમાં તેમને ગણપતિ બાપા ના 51 અલગ અલગ સ્વરૂપો ચિત્રો રજૂ કર્યા હતા જેને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને કલા પ્રેમીઓ ઊપડી પડ્યા હતા. આ તકે માર્ગદર્શન શિક્ષક એવા વસંતભાઈ જાદવ એ જણાવ્યું હતું કે આ અલગ અલગ ક્ષેત્રો બનાવવા માટે આ યુવાન 4 થી 5 મહિનાથી સતત તૈયારી કરતો હતો દરેક ક્ષેત્રમાં ગણપતિ બાપા ના જુદા સ્વરૂપોને અલગ થીમ અને કોશિશિયલ આર્ટ્સ સેલીમાં રજૂ કર્યા હતા જેની દરેક ક્ષેત્ર પોતાની આગવી ઓળખ ઊભી કરે તેમણે ઉમેર્યું કે કળાના માધ્યમથી ભક્તિ વક્ત કરવાનો તેમના પ્રથમ મોટો પ્રયાસ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande