વલસાડ, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન ખેડૂત મિત્રો માટે કરવામાં આવ્યું હતુ. જેમાં એગ્રી આસીસ્ટન સરિતાબેન એમ. ઠાકર્યા તેમજ કૃષિ સખી નયનાબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી, જેમાં ગાય આધારીત ખેતી કરવાના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેર મુક્ત ખોરાક મળે છે તથા પ્રાકૃતિક ખેતીથી પકવેલા ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ ઓછો થાય છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે