પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગરનુ ફાટક રેલવે વિભાગ દ્રારા બંધ કરી દેવામા આવતા ફરી સ્થાનિકો મેદાને આવ્યા છે. આજે સ્થાનિકોની સાથે અહિંના વેપારીઓએ પણ નારાજગી વ્યકત કરી અને આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.પોરબંદર રેલવે વિભાગ દ્રારા ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરી દેવામા આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યા વધુ એક વખત પારસનગર, મીરાનગર સહિતના સ્થાનિકો તેમજ આશાપુરા ચોકડી વિસ્તારના વેપારીઓ આજે ઉદ્યોગનગર ફાટક ખાતે એકત્રી થઇ વિરોધ વ્યકત કર્યો હતો અને એવુ જણાવ્યુ હતુ ફાટક બંધ થવાના કારણે આ વિસ્તારના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી છે આથી તાત્કાલિક ફાટક ખોલવાની માંગ કરી હતી તો સ્થાનિક મહિલાઓએ એવુ જણાવ્યુ હતુ.
ફાટક બંધ થવાના કારણે ખાસ મહિલાઓ અને વૃધ્ધો અને બાળકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો નરસંગટેકરી જવા માટે 75 પગથયા ચડવા-ઉતરવા પડે છે જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. તો વરસાદી પાણીના નિકાલ માટે રેલવે વિભાગની અણઆવડતના કારણે ચોમાસાના સમયમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે સ્થાનિકોને ભારે નુકશાન સહન કરવુ પડયુ હતુ ઉદ્યોગનગરનુ ફાટક સાત દિવસમા ખુલ્લુ મુકવામા નહિં આવતો ઉગ્ર આંદોલનની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી આ મુદે સ્થાનિકો જીલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા દોડી ગયા હતા કલેકટર એસ ડી ધાનાણીએ એવુ જણાવ્યુ હતુ કે લોકોની રજુઆત મળી છે આથી આ મુદે રેલવે વિભાગના અધિકારી સાથે બેઠક યોજી અને યોગ્ય નિર્ણય કરવામા આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya