પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેર ભાજપ દ્વારા આયોજીત વોર્ડ નં. 13 માં ભાજપ અગ્રણી અરજણભાઈ કારાવદરાના નિવાસ્થાને બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય, શક્તિ કેન્દ્ર સંયોજક, બુથ પ્રમુખ, વરિષ્ઠ આગેવાનો સાથે સંવાદ કર્યો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે પ્રમુખ પોરબંદર શહેર ભારતીય જનતા પાર્ટી સાગરભાઈ મોદી, મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, મંત્રી રેખાબેન બારેજા, પ્રમુખ પોરબંદર જીલ્લા અનુ.જાતિ મોરચા દિનેશભાઈ, પૂર્વ કાઉન્સિલર પોરબંદર છાંયા નગરપાલિકા ભરતભાઈ ઓડેદરા, લીરીબેન કારાવદરા, લાભુબેન મકવાણા, અને કપિલભાઈ શીંગરખીયા, તેમજ રામભાઈ ઓડેદરા, જનકબાપુ, રાણાભાઈ શીંગરખીયા,જયસુખભાઈ ગૌસ્વામી, વિજયભાઈ કારાવદરા, પ્રતાપભાઈ ઓડેદરા, ભરતભાઈ શીંગરખીયા, ભરતભાઈ માળી, નિલેશભાઈ પરમાર, અભૂભાઈ પરમાર, માધાભાઈ મકવાણા, ભોજાભાઈ કુછડીયા, મુકેશભાઈ ગૌસ્વામી, પ્રશાંતભાઈ ગૌસ્વામી, રાહુલભાઈ ચુડાસમા, મયુર કલ્યાણજીભાઈ જોષી, નીતાબેન કારાવદરા, વર્ષાબેન જોષી તેમજ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya