જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વીડિયો સામે આવતાં પોલીસ દોડતી થઈ
જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરના ખંભાળિયા હાઇવે રોડ પર થોડા થોડા દિવસોના અંતરે બાઈક પર સ્ટંટ કરનારાઓના વિડીયો સામે આવતા જાય છે, ત્યારે પોલીસ તંત્ર આવા બાઇકર્સને શોધવા માટે કવાયત કરી રહી છે. ગઈકાલે રવિવારના દિવસે વરસાદી વાતાવરણની વચ્ચે એક બાઈક ચ
ફરિયાદ


જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરના ખંભાળિયા હાઇવે રોડ પર થોડા થોડા દિવસોના અંતરે બાઈક પર સ્ટંટ કરનારાઓના વિડીયો સામે આવતા જાય છે, ત્યારે પોલીસ તંત્ર આવા બાઇકર્સને શોધવા માટે કવાયત કરી રહી છે.

ગઈકાલે રવિવારના દિવસે વરસાદી વાતાવરણની વચ્ચે એક બાઈક ચાલક સ્ટંટ કરતાં જોવા મળ્યો હતો. જામનગરથી જોગવડ તરફ જવાના માર્ગે બાઈક સવાર પોતાના બાઈકમાં સુતા સુતા ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવતાં જોવા મળ્યો હતો, એટલું જ માત્ર નહીં તેની પાછળ કારમાં આવી રહેલો એક શખ્સ તેનો વિડીયો પણ બનાવી રહ્યો હતો, અને તે વિડિયો ગઈકાલે દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.જેથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને આવા બાઈકર્સને શોધી રહ્યું છે. હાઈવે રોડ પર ભારે વાહનોની અવર-જવરની વચ્ચે આવા સ્ટંટબાજો અકસ્માત નોતરે તેવી પરિસ્થિતિમાં અને જોખમ ભરી રીતે બાઈક ચલાવતા હોવાથી અન્ય વાહનચાલકોને પણ ભયમાં મૂકી દે તેવી પરિસ્થિતિ સર્જતા હોય છે.

તાજેતરમાં જ જામનગર-રાજકોટ હાઈવે રોડ પર બાઈકના સ્ટંટના વિડીયો સામે આવ્યા હતા, અને એક બાઈક સવાર ટ્રક સાથે ટકરાઈને મૃત્યુ પામ્યો હતો. જે ઘટના હજુ તાજી છે ? અને ફરી આવો કોઈ અકસ્માત ન સર્જાય, તે પહેલાં પોલીસ તંત્રએ આવા બાઇકર્સને શોધી કાઢી તેઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવી માગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande