ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.): તાજેતરમાં બિહાર રાજ્યમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પૂજ્ય માતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી અને અપમાનજનક શબ્દપ્રયોગના ઘોર વિરોધમાં, ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા દ્વારા ભવ્ય વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. માં કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન ના નારા સાથે સમગ્ર ગુજરાત પ્રદેશમાં આ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો.
ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા દેશના વડાપ્રધાનના પૂજ્ય માતાશ્રીનું અપમાન કરવું એ અત્યંત નિંદનીય અને અક્ષમ્ય કૃત્ય છે. આવા કૃત્યો સમાજમાં દ્વેષ અને વિભાજન પેદા કરે છે અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. મહિલા મોરચો આ અપમાનને સહેજ પણ સાંખી નહીં લે અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરશે.
આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાના કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ, મહિલા મોરચા ના જિલ્લા મહામંત્રી નયનાબેન ચાંડપા, નગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરીયા, બાંધકામ ના ચેરમેન દીક્ષિતાબેન અઢિયા તેમજ ભાજપ શહેર સંગઠન ના મંત્રી કીર્તિબેન બારીયા, ભાજપ મંત્રી જસમાબેન ઠકરાર, ભાજપ મંત્રી પૂજાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં ભાજપ વેરાવળ સોમનાથ શહેર પ્રમુખ શૈલેષબાપુ મેસવાણિયા ની વિશેષ ઉપસ્થિત રહેલ અને તેમના સાથે યુવા મોરચા અને અન્ય મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, કાઉન્સિલર બહેનો તથા તમામ કાર્યકર્તા બહેનો ઉપસ્થિત
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ