વલસાડ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): વલસાડ તાલુકાના રાબડા ગામમાં આવેલી સાર્વજનિક માધ્યમિક શાળાના ધો. 9 અને ધો. 10ના વિદ્યાર્થીઓને કિલ્લાપારડી (બાલદા) ના નિવાસી જિજ્ઞેશ ઈશ્વરભાઈ પટેલ- સંદીપ જયંતિભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી જરૂરિયાતમંદ 89 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસનું નિઃસ્વાર્થ ભાવે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ વિભાગ લોક સેવક સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ અને દીપકભાઈ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય મિતેશભાઈએ સ્વાગત પ્રવચનમાં દાતાઓની ઉદારતાને બિરદાવી હતી અને સમગ્ર દાતાઓનો શાળા પરિવાર અને કેળવણી મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે