સુરત જિલ્લાના બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરો માટે રિફ્રેશર તાલીમ અને તાલુકાઓના પદાધિકારીઓની યોજાઈ તાલીમ
સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- કમિશનર (ગ્રામ વિકાસ કચેરી-ગાંધીનગર), રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા(SIRD)અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાનાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)માં કાર્યરત બ્લોક અને ક્લસ્ટર
તાલીમ અંતર્ગત રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા- ગુજરાત


સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- કમિશનર (ગ્રામ વિકાસ કચેરી-ગાંધીનગર), રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા(SIRD)અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાનાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)માં કાર્યરત બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટરો માટે રિફ્રેશર તાલીમ તેમજ તાલુકાઓના પદાધિકારીઓ માટે ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ હતી.

તાલીમ અંતર્ગત રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા- ગુજરાત (SIRD)માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી નીલાબેન પટેલે આ તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામલક્ષી અસરકારક કામગીરી વિષે વિગતવાર માગદર્શન આપ્યું હતું. તેમજ SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને SBMG ફેઝ-૨ના વિવિધ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન, અન્ય પ્રવૃતિઓ તેમજ સંવાદના માધ્યમથી પ્રશિક્ષણ આપી સ્થાનિક અસ્કયામતોની જાળવણી માટે ભૂમિકા અને જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગેSIRDના વિશેષ નિયામક બી.એમ.પ્રજાપતિ,જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક,જિલ્લા કો-ઓડીનેટર (એસ.બી.એમ.) સહિત બ્લોક અને ક્લસ્ટર કો- ઓર્ડિનેટરો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande