વાગલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો
1 હજાર વૃક્ષોનું વાવેતર કરી અનેરું વન બનાવવામાં આવશે વૃક્ષ બાળકો પાસે વવડાવી તેના ઉછેરની જવાબદારી બાળકને જ આપવામાં આવી વૃક્ષોના વાવેતર,ઉછેર અને જતનની માહિતી બાળકોને આપી પર્યાવરણની મહત્વતા સમજાવી ભરૂચ 08 સપ્ટેમ્બર (હિ.સ.) એકલવ્ય
વાગલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વાગલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વાગલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વાગલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

1 હજાર વૃક્ષોનું વાવેતર કરી અનેરું વન બનાવવામાં આવશે

વૃક્ષ બાળકો પાસે વવડાવી તેના ઉછેરની જવાબદારી બાળકને જ આપવામાં આવી

વૃક્ષોના વાવેતર,ઉછેર અને જતનની માહિતી બાળકોને આપી પર્યાવરણની મહત્વતા સમજાવી

ભરૂચ 08 સપ્ટેમ્બર (હિ.સ.)

એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વાગલખોડ ખાતે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ યોજાયો હતો. એક પેડ માઁ કે નામ અંતર્ગત શાળાના મેદાનમાં 1 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.સાથે બાળકોને વૃક્ષ વાવવા ,ઉછેરવા અને તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.વૃક્ષો બાળકોના હસ્તે વાવી તેના ઉછેરની જવાબદારી તેને આપવામાં આવી હતી જેથી અત્યારથી તેનામા પર્યાવરણ પ્રત્યે જવાબદારીનું વહન કરી શકે .

તાલુકાક્ષાના વન મહોત્સવમાં વાલિયા રેંજના આરએફઓ મહિપાલસિંહ ગોહિલ,ધરમસિંહ વસાવા,રતિલાલ વસાવા ,લતીફ કડીવાલા, પી.એસ.વર્મા આચાર્ય એકલવ્ય મોડેલ સ્કૂલ ,સાહિલ રાઠી તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande