સિદ્ધપુર પાસેના મુડાણા ગામે સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવતીઓ તણાઈ, બેના મોત
પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સિદ્ધપુર પાસેના મુડાણા ગામે સરસ્વતી નદીમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ યુવતીઓ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેમાં બે સગી બહેનોના દુઃખદ મોત થયા છે, જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે અને સારવાર માટે સિદ્ધપુર સિવ
સિદ્ધપુર પાસેના મુડાણા ગામે સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવતીઓ તણાઈ, બેના મોત


પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સિદ્ધપુર પાસેના મુડાણા ગામે સરસ્વતી નદીમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ યુવતીઓ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેમાં બે સગી બહેનોના દુઃખદ મોત થયા છે, જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે અને સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મૃતક યુવતીઓ મુડાણા ગામની રહેવાસી સજનાબેન છનાજી ઠાકોર (ઉંમર 19) અને કાજલબેન વનરાજજી ઠાકોર (ઉંમર 15) છે. તેમની સાથે ગયેલી કાજલબેન છનાજી ઠાકોર (ઉંમર 22)ને બચાવી લેવામાં આવી છે. ત્રણેય યુવતીઓ નદી કિનારે ફરવા ગઈ હતી, ત્યારે મુક્તેશ્વર ડેમમાંથી છોડાયેલા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

હાલ સરસ્વતી નદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, છતાંય આ યુવતીઓ નદી કિનારે ગઈ હતી અને આ દુર્ઘટના બની હતી. સમગ્ર ગામમાં આ ઘટના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande