પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ
પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): છેલ્લા 24 કલાકથી પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સાંતલપુર અને રાધનપુર તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે અનેક ગામડાંમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વૌવા, બ
પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદથી સાંતલપુર-રાધનપુરમાં જળબંબાકાર, ગામડાં પાણીમાં ગરકાવ

પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): છેલ્લા 24 કલાકથી પાટણ જિલ્લામાં મોસળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સાંતલપુર અને રાધનપુર તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે અનેક ગામડાંમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વૌવા, બકુત્રા, દાત્રાણા, રણમલપુરા સહિતના ગામોમાં તળાવ ઓવરફ્લો થતા 5 ફૂટથી વધુ પાણી ઘૂસીને ગામડાંને ઘેરી લીધા છે.

સાંતલપુર ખાતે SDRFની ટીમ વહેલી સવારથી રેસ્ક્યૂ કામગીરીમાં લાગી ગઈ છે અને અત્યાર સુધીમાં 40 જેટલા લોકોને બચાવાયા છે. મહેસાણાથી વધુ એક SDRFની ટીમ મોકલવામાં આવી છે. કલ્યાણપુરા ગામે 10 અને સાંતલપુરના 15 લોકોને રાત્રે રેસ્ક્યૂ કરીને આરોગ્ય કેન્દ્ર અને રેસ્ક્યૂ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર રેડ એલર્ટ પર છે અને હેલિકોપ્ટર ઉપયોગ કરવાની તૈયારી પણ રાખી છે.

રાહત અને બચાવ કાર્ય હેઠળ નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂર પડે તો હાઈવેના ડિવાઈડર તોડી પાણી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે ઉપર ભારે પાણી ભરાવાની સ્થિતિ છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બરારા અને બકુત્રાનું તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રણમલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો ભારે અસરગ્રસ્ત બન્યા છે. વૌવા ગામ તરફ જતો મુખ્ય માર્ગ પણ ઓવરટોપ થવાને કારણે બંધ થઈ ગયો છે. મઢુત્રાથી વૌવા રોડ પર પાણી વહેતા જોઈ શકાય છે.

વૌવામાં પુર જેવી પરિસ્થિતિને પગલે રાધનપુરના મદદનીશ કલેક્ટર, સાંતલપુરના મામલતદાર, નાયબ કલેક્ટર, લાયઝન અધિકારી અને તાલુકા વિકાસ અધિકારિયો હાજર રહી કામગીરી સંભાળી રહ્યા છે. SDRF ટીમ અને નગરપાલિકા દ્વારા હોડીઓ મોકલવામાં આવી છે.

સાંતલપુરમાં મીઠાની ફેક્ટરીમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રાધનપુરના મુખ્ય બજાર, મસાલી રોડ, આદર્શ રોડ, શિશુ મંદિર માર્ગ, લાલબાગ અને શેરબાગ વિસ્તારમાં પણ ભારે પાણી ભરાવાની સ્થિતિ છે.

સાંતલપુરના ચારણકા-જામવાડા વચ્ચે ભારતમાલા રોડ પર ફરજ બજાવતા GISFના શૈલેષભાઈ પરમારને પાટણ ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા. આવા ઘણા ઈન્‍દિવિજ્યુક rescu ને પણ ઝડપી પગલાં લઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં સાંતલપુર અને રાધનપુરમાં સૌથી વધુ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં હારીજમાં 59 મીમી, સમીમાં 53 મીમી, શંખેશ્વરમાં 42 મીમી, સિદ્ધપુરમાં 27 મીમી, પાટણમાં 24 મીમી, સરસ્વતીમાં 19 મીમી અને ચાણસ્મામાં 8 મીમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે અનેક ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રણ વિસ્તાર પણ પાણીથી ભરાઈ જતા અનોખું દૃશ્ય સર્જાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande