પાટણ, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં આવેલા ભારે વરસાદ અને પવનના કારણે અનેક જાહેર માર્ગો પર વૃક્ષો પડી જવાથી વાહન વ્યવહાર સ્થગિત થવાનો વારો આવ્યો હતો. હારીજ-ટોટાણા, કાકોશી-વાઘરોલ અને રાધનપુર-લોદ્રા-મોરવાડા માર્ગો પર આ અવરોધ સર્જાયો હતો.
માર્ગ અને મકાન વિભાગ તેમજ પાટણ વન વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. બંને વિભાગોના સંયુક્ત પ્રયાસોથી ઝડપી રીતે માર્ગ પર પડેલા વૃક્ષોને દૂર કરવામાં આવ્યા. આ કામગીરીના સફળ પાર પાડ્યા બાદ તમામ અસરગ્રસ્ત માર્ગો પર ફરીથી વાહન વ્યવહાર સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યો છે. તંત્રની ઝડપી અને સંકલિત કામગીરીથી મોટી મુશ્કેલી ટળી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ