જામનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા હિતેશ શશીકાંતભાઈ ભાનુશાળી દ્વારા જામનગર-રાજકોટ રોડ પર એક વાહનોની ફેક્ટરીના એરિયાની ખુલી જગ્યામાં પદયાત્રીઓના સેવા માટેનો કેમ ઊભો કરાયો હતો, અને તેના માટેનો ડોમ બનાવ્યો હતો.
જે ડોમના ઉપરના ભાગના લોખંડના એંગલને એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી, અને ડોમના કેટલાક એંગલો વાળી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું. આથી આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રક નંબર 7117ના ચાલક પ્રકાશભાઈ ડોડીયા સામે નુકસાની અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt