સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- સુરત શહેર નજીક આવેલા કામરેજ ટોલનાકા પાસે ગત સાંજે મુંબઈથી પાટણ તરફ જઈ રહેલ એક ટ્રક પલ્ટી મારી ગઈ હતી.ટ્રકની અંદર ભેંસો ભરેલી હતી. અને તેમને દોરડાથી બાંધેલી હતી.ટ્રક પલ્ટી મારી જવાને કારણે બધી ભેંસો અંદર ફસાય ગઈ હતી. જેને કારણે તેમની બહુજ દયનિય સ્થિતિ બની ગઈ હતી.ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોમનુ ટોળું પણ ભેગું થઇ ગયું હતું. જયારે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દવારા ટ્રકની અંદર ફસાયેલ ભેંસોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી કામરેજ ટોલનાકા પાસે ગત સાંજે 7 વાગ્યે એક ટ્રક પલ્ટી મારી ગઈ હતી. ટ્રકની અંદર 6 ભેંસો હતી. દોરડાથી બાંધેલી હોવાને કારણે ભેંસો અંદર ફસાય ગઈ હતી. જેને કારણે તેમની સ્થિતિ બહુજ દયનિય બની ગઈ હતી. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તથા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દવારા ટ્રકની અંદર ફસાયેલી ભેસોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં સબ ફાયર ઓફિસર બિપિન ખલાસીએ જણાવ્યું હતું કે ભેંસો ભરેલ ટ્રક મુંબઈથી પાટણ તરફ જઈ રહ્યું હતું.ત્યારે ડ્રાઇરનો સ્ટેયરિગ પરનો બેલેન્સ ખોરવાય જતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી અને ભેંસો અંદર જ ફસાય ગઈ હતી. ત્યારે દોરડા કાપીને તમામ ભેંસોને બહાર કાઢવામાં આવી હતી,. દુર્ઘટનાંના કારણે ભેંસોને નાની મોટી ઈજાઓ થઇ હતી, જોકે તેમનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા, બીજી બાજુ આ દુર્ઘટનાને કારણે સ્થળ ઉપર ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો જેને પોલીસ દ્વારો હળવો કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રકને પણ સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે