ડિંડોલીમાં શિક્ષિકાનું શારીરિક શોષણ કરી યુવકે રૂપિયા પાંચ લાખ પડાવ્યા
સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી પરણીતા એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન અવારનવાર તેઓએ બાળકોના વાલી સાથે મીટીંગ કરવાની થતી હતી. આ સમયે બે બાળકીના પિતા તેમના સંપર્કમાં આવ્યા હતા. શિક્ષિકાના પતિને ટીબીની
Physical abuse of teacher


સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી પરણીતા એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન અવારનવાર તેઓએ બાળકોના વાલી સાથે મીટીંગ કરવાની થતી હતી. આ સમયે બે બાળકીના પિતા તેમના સંપર્કમાં આવ્યા હતા. શિક્ષિકાના પતિને ટીબીની બીમારી થતા યુવકે તેને પોતાની વાતોમાં ભોળવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મકાન માટે લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખ પડાવી લીધા હતા, એટલું જ નહીં પરંતુ પોતાની પાસે રહેલા શારીરિક સંબંધ ના વિડિયો પોતાના વહાર્ટસપ સ્ટેટસ પર મૂકી શિક્ષિકાને બદનામ કરી હતી અને ચપ્પુ બતાવીને જો શારીરિક સંબંધ બાંધવાની ના પાડશે તો તેને અને તેના બંને છોકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર શિક્ષિકાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતી પરણીતા અવારનવાર તેના ક્લાસમાં ભણતા બાળકોના વાલીઓ સાથે મીટીંગ કરવાની થતી હતી. આ દરમિયાન તેમના ક્લાસમાં ભણતી બે દીકરીઓના પિતા વિજય અર્જુન આગળે (રહે. ઉર્વા રેસીડેન્સી, ઇક્લેરા ચોકડી, ડીંડોલી) સાથે પણ પરણીતાની વારંવાર મુલાકાત થતી હતી. જેથી બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને બંને વચ્ચે ફોન પર પારિવારિક વાતચીત પણ થતી હતી. આ દરમિયાન અચાનક શિક્ષિકાના પતિને ટીબીની બીમારી થતા તેમણે આ મામલે વિજયને વાત કરી હતી. બાદમાં વિજયે તેમને દિલાસો આપી સાચવી લેવાની મીઠી મીઠી વાતો કરી તેને મળવા માટે બોલાવી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણીએ શિક્ષિકા સાથે શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં અવારનવાર હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા. સમય જતા વિજયે શિક્ષિકાને મકાન માટે લોન કરાવવાની લાલચ આપી તેમની પાસેથી લોન અપાવાના બહાને રૂપિયા પાંચ લાખ પડાવી દીધા હતા. જોકે બાદમાં તેમને લોન અપાવી ન હતી. ત્યારબાદ પણ વિજયે તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનું ચાલુ રાખ્યું હતું. જોકે બાદમાં શિક્ષિકાએ શારીરિક સબંધો માટે ના પાડતા વિજયે શિક્ષિકા સાથેના શારીરિક સંબંધોના વિડીયો પોતાના વહાર્ટસપ સ્ટેટસ માં મૂકી તેણે બદનામ કરી હતી અને શિક્ષિકાને ચપ્પુ બતાવી જો શારીરિક સંબંધો ચાલુ નહીં રાખે તો તેને અને તેના બંને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે બનનાર પરણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય આગણે સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande