જામનગર, 9 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારૂ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં શિવાલય એપાર્ટમેન્ટના ચોથા માટે રૂમ નંબર 404 માં રહેતા પારસગર રમેશગર ગોસ્વામી નામના શખ્સે પોતાના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઇ રહ્યું છે, તેવી બાતના આધારે જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો
જે દરોડા દરમિયાન મકાનમાંથી 48 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 24,000 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ મકાન માલિક પારસગર ગોસ્વામીની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ ગૌતમ મનોજગીરી ગોસ્વામી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં કુબેર પાર્ક સોસાયટી વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જીજે 10 ડી.એલ 5547 નંબરનું બાઈક લઈને બે વ્યક્તિ પસાર થતાં પોલીસે તેઓને અટકાવીને તલાસી લીધી હતી. જે દરમિયાન બાઈક સવાર પાસેથી બે નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે બાઈક ચાલક ગોવિંદ મનસુખભાઈ ઓઢવ અને તેની સાથે નીકળેલા નરેન્દ્ર અશ્વિનભાઈ ઠાકોરની અટકાયત કરી લઇ બે નંગ બિયરના ટીન કબજે કરી લીધા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt