જામનગરમાં મુખ્ય માર્ગ પર રખડતાં ઢોરનો ત્રાસ : આખલા યુદ્ધથી વાહનચાલકો માંડ બચ્યા
જામનગર, 01 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરના એરફોર્સ ટુ મેન રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. રૂપિયાના સિક્કા પાસેના આ વિસ્તારમાં આખલાઓએ રસ્તાને બાનમાં લીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આખલાઓ
શહેરમાં આખલા યુદ્ધ


જામનગર, 01 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરના એરફોર્સ ટુ મેન રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. રૂપિયાના સિક્કા પાસેના આ વિસ્તારમાં આખલાઓએ રસ્તાને બાનમાં લીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા સ્થાનિક લોકો તેમને છૂટા પાડવા માટે પાણી છાંટી રહ્યા હતા. જોકે, આખલાઓ કોઈ પણ સંજોગોમાં છૂટા પડ્યા ન હતા અને સમગ્ર રસ્તા પર તેમનો કબજો રહ્યો હતો. આ ઘટનાને કારણે વાહનચાલકોને થોડા સમય માટે થંભી જવું પડ્યું હતું. બંને તરફથી રસ્તો બંધ થઈ જતાં લગભગ 20 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, આખલા યુદ્ધ દરમિયાન કોઈ વાહનચાલક કે રાહદારીને ઈજા થઈ ન હતી.

સ્થાનિક લોકોએ લાકડીઓ વડે પણ આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે, લગભગ 20 મિનિટના સંઘર્ષ બાદ આખલાઓ થાકીને છૂટા પડ્યા હતા. આખલાઓ છૂટા પડ્યા બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો અને સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande