

અંબાજી, 10 જાન્યુઆરી (હિ.સ.)બનાસકાંઠા
વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ છેદન અને પરિવહન સામે લાલ આંખ કરવામાં આવી છે. નાયબ
વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકનીના સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી ઉત્તર રેન્જની
ટીમે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે.ગત રાત્રિએ અંબાજી રેન્જ ફોરેસ્ટ
ઓફિસરની સૂચનાથી વનરક્ષકોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંબાજી-વિરમપુર રોડ
પર સિંબલપાણી નજીક એક શંકાસ્પદ પીકઅપ ગાડી (નંબર: GJ 20 U 3686) ને અટકાવવાનો પ્રયાસ કરતા તે નાસી
છૂટી હતી. વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દાંતા-હડાદ રોડ પર ગાડીને આંતરી
લીધી હતી. મુદ્દામાલ અને ધરપકડ:ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજે ૨૫૦૦ કિલો લીલા
ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવર પાસે કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ કે
કાગળો મળી આવ્યા ન હતા. વન વિભાગે આ બાબતે:
૧. શાહરૂખખાન જહાંગીખાન પઠાન (રહે. હડાદ)૨. શેહજાદખાન જાકીરખાન
પઠાન (રહે. હડાદ)ની ધરપકડ કરી છે.આ મામલે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ ૪૧(૨)બી મુજબ ગુનો નોંધી
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં વનરક્ષકબી.જે. ચૌધરી, પી.બી. સોલંકી, એમ.એચ. રાજપૂત, વી.એ. ચૌધરી, સી.એમ. પરમાર અને બી.ડી. ગોહિલ જોડાયા
હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ