વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગાંધીનગરમાં મેટ્રો ફેઝ-2 નું લોકાર્પણ કર્યું
ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. જેના બીજા દિવસે સવારે સોમનાથ ખાતે આયોજિત ''સોમનાથ સ્વાભિમાન પર્વ 2026''માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


ગાંધીનગર


ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. જેના બીજા દિવસે સવારે સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં બાદ સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મેટ્રો સ્ટેશન અને ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2ના મેટ્રો સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવતા જ ફેઝ-2માં મેટ્રો ટ્રેન મહાત્મા મંદિરથી સચિવાલય સુધી શરૂ કરવામાં આવી છે. જે જાહેર જનતા માટે 16 જાન્યુઆરીથી શરૂ થશે. જે 7.8 કિમી સુધી ચાલશે, જેમાં સેક્ટર 1 થી લઈને મહાત્મા મંદિર સુધી 7 સ્ટેશન આવશે. ફેઝ 1ના 22 સ્ટેશન છે અને ફેઝ 2ના 7 એમ કુલ 29 સ્ટેશન પર મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ સહિત લોકો હાજર હતા. વિવિધ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી.

મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજ સંવાદ સાધ્યો હતો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande