
ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હરહંમેશ ગુજરાતના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને નવી દિશા અને ગતિ આપે છે. તેમનું દુરંદેશી નેતૃત્વ, રાષ્ટ્રપ્રથમની ભાવના અને અવિરત કાર્યસાધના ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને વધુ સશક્ત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ