વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોમનાથ હેલિપેડથી ભાવસભર વિદાય
ગીર સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમનાથના બે દિવસના પ્રવાસ બાદ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રાજકોટ ખાતે ભાગ લેવા માટે ત્રિવેણી હેલિપેડથી હવાઈ માર્ગે રાજકોટ જવા રવાના થયા હતા. ત્યારે તેમને ભાવસભર વિદાય આપવામાં
હેલિપેડથી ભાવસભર વિદાય*


ગીર સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમનાથના બે દિવસના પ્રવાસ બાદ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રાજકોટ ખાતે ભાગ લેવા માટે ત્રિવેણી હેલિપેડથી હવાઈ માર્ગે રાજકોટ જવા રવાના થયા હતા. ત્યારે તેમને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.

'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા આવેલા વડાપ્રધાનશ્રીને સોમનાથથી વિદાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેેેેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સર્વેશ્રી સંજયભાઇ કોરડિયા, ભગવાનજીભાઇ કરગઠિયા, દેવાભાઇ માલમ અને અરવિંદભાઇ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુમર, ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદિપસિંંહ જાડેજા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande