

અંબાજી, 10 જાન્યુઆરી (હિ.સ.) :
શક્તિપીઠ અંબાજીના ગબ્બરમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોનો પરિક્રમા મહોત્સવ
આગામી 30, 31 જાન્યુઆરી
અને પહેલી ફેબ્રુઆરી આમ ત્રિ દિવસીય ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવાશે. જેને લઇ ગુજરાત રાજ્ય યાત્રાધામ
વિકાસ બોર્ડ, અંબાજી
મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો દોર શરૂ
થઈ ચૂક્યો છે ત્યારે તેમાં પણ ખાસ કરીને આ પરિક્રમા મહોત્સવમાં અંબાજી સહિત
આજુબાજુના જિલ્લાઓના લોકો પરિક્રમા મહોત્સવનો લાભ લઈ શકે તે માટે અંબાજી મંદિર
દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ એક અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે. જે રથ દ્વારા
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત અમદાવાદ વિસ્તારમાં પણ આ રથ દ્વારા મા અંબેના
ભક્તોને નિમંત્રણ આપવા આ રથ ગામેગામ ફરશે જેને લઇ આજે અંબાજી મંદિર દેવસ્થાન
ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી તેમજ એસ્ટેટ ઓફિસર પાયલ બેન પટેલ દ્વારા અંબાજી ખાતે
આ અંબિકા રથમાં બિરાજમાન થયેલા જગતજનની માં અંબાની શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા
અર્ચના અને આરતી કરીને આ રથને માતાજીની ધજા લહેરાવી અંબાજીથી પ્રસ્થાન કરાવવામાં
આવ્યું હતું સાથે પુજારીઓ દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવી
હતી.
આ રથ આજે અંબાજીથી પ્રસ્થાન કર્યા બાદ વિવિધ જિલ્લાઓ સહિત જિલ્લાના ગામડાઓમાં
ફરે અને ભક્તોને અંબાજી પરિક્રમા મહોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપશે તેમકૌશિક મોદી અધિક કલેક્ટર મંદિર
ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું જોકે આ 51 શક્તિપીઠ મંદિરોમાં તત્કાલીન
મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન હતું કે અંબાજી આવતા
શ્રદ્ધાળુ અને એક જ દિવસમાં એક જ સ્થળે અને એક સાથે દેશ વિદેશમાં બિરાજમાન 51 શક્તિપીઠમાં ના દર્શન એક જ જગ્યાએ
દર્શન થઈ શકે તે સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું છે ને હવે તેનો હજારોની સંખ્યામાં
ભક્તો આ 51 શક્તિપીઠના
દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ