શૌર્ય યાત્રાના રૂટ પર 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ
ગીર સોમનાથ 10 જાન્યુઆરી (હિ.સ.) ''સોમનાથ સ્વાભિમાન પર્વ''માં ''એક ભારત-શ્રેષ્ઠ ભારત''ની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના રૂટ પર કુલ ૨૦ જેટલા સ્ટેજ પર કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે.
શૌર્ય યાત્રાના રૂટ પર 'એક


ગીર સોમનાથ 10 જાન્યુઆરી (હિ.સ.) 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના રૂટ પર કુલ ૨૦ જેટલા સ્ટેજ પર કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના આગમન પૂર્વે શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન, કૂચિપુડી નૃત્ય મણિયારો રાસ, ભરત-નાટ્યમ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો દ્વારા રજૂ થતાં અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande