સુવાલી બીચ ફેસ્ટિવલના બીજા દિવસે 1.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, ભૂમિ ત્રિવેદીના ગીતો પર ઝૂમ્યા સુરતીઓ
સુરત, 11 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’ના બીજા દિવસે શનિવાર, 10 જાન્યુઆરીએ ફૂલગુલાબી ઠંડીમાં 1.50 લાખથી વધુ સહેલાણીઓ સુવાલી બીચ પર મોજ માણવા ઉમટી પડ્યા હતા
‘સુવાલી બીચ ફેસ્ટિવલ’


‘સુવાલી બીચ ફેસ્ટિવલ’


સુરત, 11 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’ના બીજા દિવસે શનિવાર, 10 જાન્યુઆરીએ ફૂલગુલાબી ઠંડીમાં 1.50 લાખથી વધુ સહેલાણીઓ સુવાલી બીચ પર મોજ માણવા ઉમટી પડ્યા હતા. ફેસ્ટિવલના બીજા દિવસે લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના ગીતોની ધૂન પર સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા.

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે. બીચ ફેસ્ટિવલને સહેલાણીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે સૌને ઝૂમતા જોવું આનંદદાયક છે. આ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર નવી ઓળખ મળી છે.

ફેસ્ટિવલના પ્રથમ દિવસે 9 જાન્યુઆરીએ 65 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા. સુવાલી બીચ ફેસ્ટિવલ દરમિયાન AI જનરેટેડ કેમેરા દ્વારા હ્યુમન કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી સહેલાણીઓની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande