
જૂનાગઢ, 10 જાન્યુઆરી (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર આવકારી ભાવભેર સ્વાગત કર્યું હતું.
સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના સ્થાનિક મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ