
અમરેલી,, 10 જાન્યુઆરી (હિ.સ.) ધારાસભ્ય જે.વી.કાકડીયા એ, આજ બગસરા તાલુકોના કાગદડી ગામે આજરોજ રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ થનાર નવા ગ્રામ પંચાયત ભવનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ વિકાસને વધુ વેગ મળે અને ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુચારુ બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદીપભાઈ ભાખર (બગસરા તાલુકા ભાજપ પ્રમુખ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પાર્ટીના વિવિધ મોરચા અને સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાગદડી ગામના વર્તમાન સરપંચશ્રી વિનોદભાઈ કાનાણી તથા પૂર્વ સરપંચશ્રી કનુભાઈ કોલડીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્તની વિધિ ધાર્મિક વિધિ સાથે સંપન્ન કરવામાં આવી.
નવું ગ્રામ પંચાયત ભવન નિર્માણ થવાથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી માટે આધુનિક અને સુવિધાસભર માળખું ઉપલબ્ધ થશે, જેના કારણે ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહેશે. કાર્યક્રમ અંતે સૌએ વિકાસ કાર્ય બદલ સંતોષ વ્યક્ત કર્યો અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai