પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ SAGY હેઠળ 8 ગામો દત્તક લીધા
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત તેમના સંસદીય મતવિસ્તારના કુલ 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે. યોજનાનો હેતુ પસંદ ક
લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ SAGY હેઠળ 8 ગામો દત્તક લીધા


લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ SAGY હેઠળ 8 ગામો દત્તક લીધા


પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત તેમના સંસદીય મતવિસ્તારના કુલ 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે. યોજનાનો હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.

આ યોજનામાં ખેરાલુના મલેકપુર (ખે.) અને સરણા, કાંકરેજનું ટોટાણા, ચાણસ્માનું ભાટસર, પાટણનું નોરતા, રાધનપુરનું જજામ, સિદ્ધપુરનું નિઢોડા તથા વડગામનું સીસરાણા ગામનો સમાવેશ થાય છે.

આ ગામોમાં માર્ગ, પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક-આર્થિક વિકાસના કામોને અગ્રતા આપવામાં આવશે. સાંસદે સંબંધિત વિભાગોને વિકાસ કાર્યો અસરકારક રીતે અમલમાં મૂકવા સૂચના આપી છે તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને કામગીરીની દેખરેખ માટે જાણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande