પાટણ પોલીસે મુંદ્રા છેતરપિંડી કેસના ફરાર આરોપીને ઝડપી લીધો
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કવોડે મુંદ્રા (પૂર્વ કચ્છ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી સંજય પ્રજાપતિને ઝડપી પાડ્યો છે. આરોપીને સિધ્ધપુર હાઈવે પરથી દબોચી લેવામાં આવ્
પાટણ પોલીસે મુંદ્રા છેતરપિંડી કેસના ફરાર આરોપીને ઝડપી લીધો


પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કવોડે મુંદ્રા (પૂર્વ કચ્છ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી સંજય પ્રજાપતિને ઝડપી પાડ્યો છે. આરોપીને સિધ્ધપુર હાઈવે પરથી દબોચી લેવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી સંજય નાગજીભાઈ પ્રજાપતિ વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી તેની હલચાલ અંગે માહિતી મેળવી હતી.

નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન PSI એન.પી. મંડલી અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી સિધ્ધપુર હાઈવે પર સુજાણપુર પાટીયા પાસે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી.

આરોપી મૂળ પાટણના ગણેશપુરા વિસ્તારમાં આવેલ આદિત્ય રેસિડન્સનો રહેવાસી છે અને હાલમાં ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સિધ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande