
સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ