
- રાજ્ય અને દેશભરમાંથી આવેલા દર્શનાર્થીઓએ ગુજરાત સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમને આવકાર્યા
ગીર સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા.
શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ