

પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : બોલીવુડના જાણીતા અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સોનુ સૂદે ગૌશાળામાં ચાલી રહેલી ગૌસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં આ ગૌશાળામાં અંદાજે 6000 જેટલી ગૌમાતાનું પાલન-પોષણ અને સેવા કરવામાં આવી રહી છે, જે જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુલાકાત દરમિયાન તેમણે ગૌમાતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા અને સંસ્થાના વ્યવસ્થાપકો સાથે ગૌસેવા તથા વિકાસ અંગે ચર્ચા કરી હતી. ગૌશાળાના વિશાળ સંકુલ અને સુવિધાઓથી તેઓ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે સોનુ સૂદે ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખના દાનની જાહેરાત કરી હતી. તેમની આ મદદથી ગૌસેવાના કાર્યને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ