સુરત એરપોર્ટ પર છ કરોડનાં હીરા સાથે બે યુવકોની ડીઆરઆઈ દ્વારા ધરપકડ
સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.) : સુરત એરપોર્ટ પર વધુ એક વખત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા બેંગકોકની ફ્લાઈટમાં મુસાફરી કરવા જઈ રહેલા બે યુવકોને બાતમીનાં આધારે ઝડપી પાડ્યા હતા. ડીઆરઆઈનાં અધિકારીઓ દ્વારા આ બંને યુવકોની પૂછપરછ અને તપાસ
Arrest


સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.) : સુરત એરપોર્ટ પર વધુ એક વખત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા બેંગકોકની ફ્લાઈટમાં મુસાફરી કરવા જઈ રહેલા બે યુવકોને બાતમીનાં આધારે ઝડપી પાડ્યા હતા. ડીઆરઆઈનાં અધિકારીઓ દ્વારા આ બંને યુવકોની પૂછપરછ અને તપાસ હાથ ધરતાં તેમની પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાના હીરા સહિત અમેરિકન ડોલર મળી આવ્યા હતા. બંને યુવકોએ પોતાની બેગમાં સિફતપૂર્વક આ ડાયમંડ છુપાવ્યા હતા. અલબત્ત, ડીઆરઆઈ દ્વારા આ બંને યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે બે યુવકો બેંગકોક જવા માટે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે, આ યુવકો પાસે કરોડો રૂપિયાનાં હીરા અને ડોલર હોવાની બાતમી ડીઆરઆઈનાં અધિકારીઓને મળતાં ટીમ દ્વારા એરપોર્ટ ખાતે પહેલેથી જ વોચ ગોઠવી દેવામાં આવી હતી. એરપોર્ટ પર પહોંચવાની સાથે જ ડીઆરઆઈની ટીમ દ્વારા આ બંને યુવકોની અટકાયત કરી લેવામાં આવી હતી. ડીઆરઆઈના હાથે ઝડપાયેલા બંને યુવકો પહેલા તો ચોંકી ઉઠ્યા હતા. જો કે, ડીઆરઆઈની ટીમે બંને યુવકો પાસે રહેલ મુદ્દામાલની સઘન ચકાસણી હાથ ધરતાં તેમની બેગમાંથી અંદાજે છ કરોડ રૂપિયાનાં હીરા સહિત લગભગ 30 હજાર ડોલર મળી આવ્યા હતા. ડીઆરઆઈનાં અધિકારીઓ દ્વારા હાલમાં આ બંને યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande